Connect Gujarat
ગુજરાત

ગુજરાત વાસીઓ કાળઝાળ ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર, આ તારીખથી તાપમાનમાં થશે વધારો

ગુજરાત વાસીઓ કાળઝાળ ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર, આ તારીખથી તાપમાનમાં થશે વધારો
X

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં ગરમી વધવાની સંભાવના વ્યક્ત કરી છે. આગામી 21 અને 22 માર્ચ સુધી ગુજરાતમાં 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. કચ્છમાં પણ 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો અહેસાસ થાય તેવી સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં ગરમી વધવાની સંભાવના વ્યક્ત કરી છે. આગામી 21 અને 22 માર્ચ સુધી ગુજરાતમાં 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. કચ્છમાં પણ 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. બીજી તરફ સમગ્ર ગુજરાતમાં 35 ડિગ્રીથી વધુ ગરમી રહે તેવી સંભાવના છે. 17 અને 18 માર્ચે દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેવી શક્યતા વ્યક્ત કરી છે. તેમજ 18 થી 24 માર્ચ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ,વડોદરા,રાજકોટ સહિતના વિસ્તારમાં 28 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. ભાવનગર, પોરબંદર,ભૂજ સહિતના વિસ્તારોમાં 26 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ સુરતમાં 25 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

Next Story