ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં કોલ્ડ સ્ટોરના એક ભાગની છત ધરાશાઈ, 8 મજૂરો દટાઈ જવાથી મોત
BY Connect Gujarat Desk17 March 2023 5:02 AM GMT

X
Connect Gujarat Desk17 March 2023 5:02 AM GMT
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં કોલ્ડ સ્ટોરના એક ભાગની છત ધરાશાઈ થતાં મોટી દુર્ઘટના સામે આવી છે. વિગતો મુજબ અત્યારસુધી આ ઘટનામાં 8 મજૂરો દટાઈ જવાથી મૃત્યુ પામ્યા છે. મહત્વનું છે કે, અકસ્માત થયો તે સમયે કોલ્ડ સ્ટોરની અંદર 25 જેટલા મજૂરો હતા. જોકે કલાકોની મહેનત બાદ NDRFએ અત્યાર સુધીમાં 11 લોકોને બચાવીને સુરક્ષિત બહાર કાઢ્યા છે. જ્યારે 8 લોકોના મોત થયા છે.
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં કોલ્ડ સ્ટોરમાં મોટી દુર્ઘટના સામે આવી છે. જેને લઈ એનડીઆરએફ તેના સ્નિફર ડોગ્સની મદદથી અન્ય ફસાયેલા લોકોને શોધી રહી છે. સંભલ કલેક્ટર મનીષ બંસલે કહ્યું કે, અમે સવાર માટે અમારી ફોર્સ વધારી દીધી છે. NDRF અને SDRFની અન્ય ટીમો પણ સવાર સુધીમાં આવી જશે. અમારો પ્રયાસ છે કે, શક્ય તેટલી વહેલી તકે આનો અંત આવે અને દરેકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે.
Next Story