RR VS RCB : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને 9 વિકેટે હરાવ્યું

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને 9 વિકેટે હરાવ્યું છે. રાજસ્થાનની ટીમને તેના હોમ ગ્રાઉન્ડ એટલે કે સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

New Update
RCB

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને 9 વિકેટે હરાવ્યું છે. રાજસ્થાનની ટીમને તેના હોમ ગ્રાઉન્ડ એટલે કે સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

આ મુકાબલામાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરીને 173 રન બનાવ્યા હતા જેના જવાબમાં બેંગ્લોરની ટીમે 18મી ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. વિરાટ કોહલી અને ફિલ સોલ્ટે RCBની જીતમાં મોટો ફાળો આપ્યો, બંનેએ અડધી સદીની મજબૂત ઇનિંગ્સ રમી હતી.

Advertisment

174 રનના લક્ષ્યનો પીછો કરતા વિરાટ કોહલી અને ફિલ સોલ્ટે RCBને શાનદાર શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે 92 રનની શાનદાર ઓપનિંગ ભાગીદારી થઈ હતી. સોલ્ટે માત્ર 33 બોલમાં 65 રનની તોફાની ઇનિંગ રમી હતી, આ દરમિયાન તેણે 5 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. બીજી તરફ વિરાટ કોહલીએ 45 બોલમાં 62 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.

ફિલ સોલ્ટના આઉટ થયા બાદ વિરાટ કોહલીએ દેવદત્ત પડિકલ સાથે મળીને 83 રનની ભાગીદારી કરીને બેંગ્લોરની જીત સુનિશ્ચિત કરી હતી. એક તરફ વિરાટે 62 રનનું યોગદાન આપ્યું, જ્યારે પડિકલે 28 બોલમાં 40 રનનું યોગદાન આપ્યું હતું.  રાજસ્થાન દ્વારા 7 બોલરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાંથી માત્ર કુમાર કાર્તિકેય એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

Advertisment
Latest Stories