સ્વદેશી રીતે વિકસિત હવાથી સપાટી પર માર કરનાર રુદ્ર M-II મિસાઇલને બુધવારે ઓડિશાના દરિયાકાંઠેથી Su-30 MK-I દ્વારા સફળતાપૂર્વક ઉડાન પરીક્ષણ કરાવવામાં આવ્યું હતુ. ઉડાન પરીક્ષણમાં તમામ પરીક્ષણ ઉદેશ્યોને પૂરા કર્યા હતા. તેમાં પ્રોપલ્શન સિસ્ટમ, કન્ટ્રોલ અને ગાઈડન્સ એલ્ગોરિધમ જેવી તમામ સુવિધાઓ છે.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ લગભગ 11.30 કલાકે ઓડિશાના દરિયાકાંઠે ભારતીય વાયુસેનાના Su-30 MK-I પ્લેટફોર્મ પરથી રુદ્રમ-2 એર-ટુ-સર્ફેસ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતુ.
ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ, ચાંદીપુર દ્વારા ઓન-બોર્ડ જહાજ સહિત વિવિધ સ્થળોએ તૈનાત ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ સિસ્ટમ, રડાર અને ટેલિમેટ્રી સ્ટેશન જેવા રેન્જ ટ્રેકિંગ સાધનો દ્વારા મેળવેલા ફ્લાઇટ ડેટા પરથી મિસાઇલની કામગીરીને માન્ય કરવામાં આવી છે.