Connect Gujarat
દેશ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના પીએમ લી કિઆંગ ભારતની અધ્યક્ષતામાં યોજાનાર વર્ચ્યુઅલ G-20 સમિટમાં લેશે ભાગ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના પીએમ લી કિઆંગ ભારતની અધ્યક્ષતામાં યોજાનાર વર્ચ્યુઅલ G-20 સમિટમાં લેશે ભાગ
X

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના પીએમ લી કિઆંગ બુધવારે ભારતની અધ્યક્ષતામાં યોજાનાર વર્ચ્યુઅલ G-20 સમિટમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે G-20 વર્ચ્યુઅલ સમિટ ભારતની અધ્યક્ષતામાં સપ્ટેમ્બરમાં વાર્ષિક સમિટમાં નક્કી કરાયેલા પરિણામો અને ક્રિયાના મુદ્દાઓને આગળ વધારશે. રશિયા-યુક્રેન યુદ્ધની અસર અને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષની પણ ચર્ચા થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્ધારા G-20 નેતાઓની ડિજિટલ સમિટનું આયોજનના એક દિવસ અગાઉ ભારતે મંગળવારે જણાવ્યું હતું કે આ બેઠક દિલ્હી ઘોષણાના (Delhi Declaration) અમલીકરણ પર ચર્ચા કરવા, મુખ્ય પડકારો પર સહકાર વધારવા અને વૈશ્વિક શાસનમાં ખામીઓને દૂર કરવાની તક આપશે.

Next Story