સાબર ડેરીનો મોટો નિર્ણય, સાડા ત્રણ લાખ પશુપાલકોને લાભ મળશે

રૂ. 258 કરોડની નવ મહિનાની ભાવફેરની રકમ આપવાનો નિર્ણય કર્યો છે. 11 જુલાઈએ દૂધ મંડળીઓને દૂધ બિલમાં આ રકમ ચૂકવવાનો નિર્ણય કરાયો છે, જેનો સાડા ત્રણ લાખ પશુપાલકોને લાભ મળશે.

ડેરી
New Update

સાબર ડેરી દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો દૂધ ઉત્પાદકોને અપાતી રિટેઈન મની એટલે કે ભાવ ફેરની રકમ ચૂકવવા તાજેતરમાં વ્યાપક રજૂઆતો કરાઈ હતી.

હવે ડેરીના નિયામક મંડળે દૂધ ઉત્પાદકોના હિતમાં મોટો નિર્ણય લેતા રૂ. 258 કરોડની નવ મહિનાની ભાવફેરની રકમ આપવાનો નિર્ણય કર્યો છે. 11 જુલાઈએ દૂધ મંડળીઓને દૂધ બિલમાં આ રકમ ચૂકવવાનો નિર્ણય કરાયો છે, જેનો સાડા ત્રણ લાખ પશુપાલકોને લાભ મળશે.

આ સમાચાર પછી પશુપાલકોમાં પણ ખુશીનો માહોલ છે. સાબર ડેરી દ્વારા કાયદાકીય સલાહ સૂચનો મેળવીને જૂના નિયામક મંડળ દ્વારા મંજૂર કરેલી એપ્રિલ 2023થી ડિસેમ્બર 2023 સુધીના નવ મહિનાની ભાવ ફેરની રકમ આપવાનો નિર્ણય લીધો છે.પહેલી જાન્યુઆરી 2024થી 31 માર્ચ 2024ના સમયગાળાની ત્રણ મહિનાની ભાવ ફેરની રકમ તથા આખા વર્ષની વાર્ષિક ચૂકવવા પાત્ર રકમ બંને આગામી ટૂંકા સમયગાળામાં ચૂકવાશે તેમ પણ ડેરીના સૂત્રોએ જણાવ્યું હતું.

                          

#સાબર ડેરી #પશુપાલકો માટે મોટા સમાચાર
Here are a few more articles:
Read the Next Article