/connect-gujarat/media/media_files/2025/12/21/scsc-2025-12-21-21-27-04.jpg)
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. રાજ્યમાં યોજાયેલી નગર પરિષદ (Nagar Parishad) અને નગર પંચાયત (Nagar Panchayat) ની ચૂંટણીના પરિણામોમાં સત્તાધારી 'મહાયુતિ' (NDA) ગઠબંધને એકતરફી વિજય મેળવ્યો છે. કુલ 299 બેઠકોમાંથી મહાયુતિએ 213 બેઠકો પર કબજો જમાવીને વિરોધ પક્ષોના ગઢમાં ગાબડાં પાડ્યા છે. આ પરિણામોમાં ભાજપ (BJP) સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને રાજ ઠાકરે માટે આ પરિણામો નિરાશાજનક રહ્યા છે.
મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ લોકોનો મૂડ શું છે, તે આ સ્થાનિક ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે. મહાવિકાસ અઘાડી (MVA) ને આંચકો આપતા મતદારોએ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો છે. ભાજપે વિદર્ભ અને મરાઠવાડા જેવા મહત્વના વિસ્તારોમાં ક્લીન સ્વીપ કરીને પોતાની તાકાત બતાવી દીધી છે.
નગર પરિષદ: ભાજપ સદીની નજીક, શિંદે જૂથનો દબદબો
રાજ્યની 246 નગર પરિષદોના પરિણામોમાં ભાજપનું પ્રદર્શન ઐતિહાસિક રહ્યું છે.
ભાજપ: 96 બેઠકો પર જીત અને લીડ સાથે ભાજપ સેન્ચુરીની નજીક પહોંચી ગયું છે.
શિંદે જૂથ: એકનાથ શિંદેની શિવસેનાએ 44 બેઠકો જીતીને સાબિત કર્યું છે કે અસલી શિવસેના કોણ છે.
અજિત પવાર જૂથ: NCP (અજિત પવાર) ને 34 બેઠકો મળી છે.
બીજી તરફ, વિપક્ષની હાલત કફોડી બની છે. કોંગ્રેસ 27 બેઠકોમાં સમેટાઈ ગઈ છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની પાર્ટીને માત્ર 8 8 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે.