SBI Result 2023: PO પરીક્ષાના ફાઇનલ પરિણામો જાહેર

New Update
SBI Result 2023: PO પરીક્ષાના ફાઇનલ પરિણામો જાહેર

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ SBI પ્રોબેશનરી ઑફિસર્સ રિક્રુટમેન્ટ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. જે ઉમેદવારોએ SBI PO પરીક્ષા આપી છે તેઓ બેંકની સત્તાવાર વેબસાઈટ પર જઈને પરિણામ જોઈ શકે છે. આ પરિણામો ફાઇનલ છે. પરિણામો SBIની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જઇને જોઇ શકો છો. આ પહેલા પણ અનેક તબક્કાના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે, પરંતુ હવે જાહેર થયેલ પરિણામ ફાઈનલ છે એટલે કે તમામ તબક્કાઓ પાર કર્યા બાદ આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે SBI PO મુખ્ય પરીક્ષાનું પરિણામ 10 માર્ચે જાહેર કરવામાં આવ્યું હતું. આ પછી આગામી તબક્કાની પરીક્ષા એટલે કે ગ્રુપ એક્સરસાઇઝ અને ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન એપ્રિલ મહિનામાં કરવામાં આવ્યું હતું. મુખ્ય પરીક્ષા 30 જાન્યુઆરી 2023 ના રોજ લેવામાં આવી હતી અને પરિણામ 10 માર્ચે જાહેર કરવામાં આવ્યું હતું. આ ભરતી પ્રક્રિયા દ્વારા સંસ્થામાં કુલ 1673 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

આ સરળ સ્ટેપ્સથી ચેક કરો રિઝલ્ટ

રિઝલ્ટ જોવા માટે સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ એટલે કે sbi.co.in પર જાવ.

અહીં હોમપેજ પર Career નામનું ટેબ હશે, તેના પર ક્લિક કરો.

આમ કરવાથી એક નવું પેજ ખુલશે. PO ના અંતિમ પરિણામોની લિંક આ પૃષ્ઠ પર આપવામાં આવશે. તેના પર ક્લિક કરો.

આ કર્યા પછી એક નવું પેજ ખુલશે જેના પર PO પરીક્ષાનું અંતિમ પરિણામ PDF સ્વરૂપમાં આપવામાં આવશે.

અહીંથી રિઝલ્ટ તપાસો, ડાઉનલોડ કરો અને જો તમે ઇચ્છો તો પ્રિન્ટ આઉટ લો.

Latest Stories