New Update
/connect-gujarat/media/post_banners/55974162c6e104a863f4e645a6def5aea2573c2f27fe10cd4da333111925b93a.webp)
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરવાના કેસમાં પોલીસ આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ જયપુરમાં A શ્રેણીની નાકાબંધી લાદવામાં આવી છે. તે બાદ પણ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા.
રાજસ્થાન, યુપી, હરિયાણા, પંજાબ અને એમપી સહિત પાંચ રાજ્યોમાં આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.આ હત્યાકાંડ બાદ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ આરોપીઓ સામે કાર્યવાહીની માંગ સાથે બુધવારે બંધનું એલાન આપ્યું છે. જયપુરમાં વેપારી સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે. સમર્થકોએ જેસલમેર અને બાડમેરમાં પણ બંધની ચેતવણી આપી છે. મંગળવારે આ ઘટનાને લઈને ચુરુ, જેસલમેર, જોધપુર અને રાજસમંદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
Latest Stories