New Update
/connect-gujarat/media/media_files/2025/12/31/pan-2025-12-31-09-50-46.jpg)
વર્ષ 2025ને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. 2025ને ગુડબાય કરવા અને વર્ષ 2026ને વેલકમ કરવા માટે લોકો આતુર છે. ત્યારે નવા વર્ષે સાત મોટા ફેરફાર જોવા મળશે. જે તમારા ખિસ્સા પર સીધી અસર કરવાનું છે.
સીએનજીથી યુપીઆઇ અને PAN સુધી આ 7 મુખ્ય નિયમો લાગુ થશે. આ નવું વર્ષ ફક્ત કેલેન્ડર જ નહીં, પરંતુ તમારા વોલેટ, બિલ, રોકાણ, મુસાફરી અને રોજિંદા ડિજિટલ જીવનમાં પણ સીધા ફેરફારો લાવશે. 1 જાન્યુઆરી 2026 થી દેશભરમાં ઘણા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે, જેમાં ગેસ બિલથી લઈને યુપીઆઇ, પાનકાર્ડ, એલપીજી અને વેપાર નીતિઓ સુધી બધું જ બદલાઈ રહ્યું છે.
દેશમાં પહેલી વાર "એક રાષ્ટ્ર - એક ટેરિફ" લાગુ કરવામાં આવશે. PNGRB એ એકીકૃત ગેસ ટેરિફને મંજૂરી આપી છે. ટેરિફ દર હવે સમગ્ર ભારતમાં એકસમાન રહેશે. CNG ના ભાવમાં રૂપિયા 2થી 3 નો ઘટાડો થશે. PNG ના ભાવમાં રૂપિયા 2 થી લઇ 5/SCMનો ઘટાડો થશે, જેનાથી રસોડાના ખર્ચમાં ઘટાડો થશે.જો ક્રૂડ ઓઈલના ભાવ ઘટે છે, તો 1 જાન્યુઆરીએ LPG ના ભાવમાં ઘટાડો શક્ય છે. ઘરેલુ અને વાણિજ્યિક બંને સિલિન્ડર સસ્તા થઈ શકે છે. ATF (ઉડ્ડયન બળતણ) ના ભાવ પણ સૂચવવામાં આવ્યા છે. OCL–BPCL–HPCL માસિક દર સમીક્ષા કરે છે. નવા વર્ષની શરૂઆત સાથે ગેસ બિલમાં ઘટાડો થવાની ધારણા છે.
Latest Stories