/connect-gujarat/media/media_files/2025/09/17/768-512-25033774-1060-25033774-2025-09-17-21-54-08.jpg)
આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. બુધવારે રેતી ભરેલા ટ્રક અને કાર વચ્ચે થયેલી ટક્કરમાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા છે.
આ દુ:ખદ અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. એક જ પરિવારના સાત લોકોના મોતથી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે.
આ ઘટના નેલ્લોર જિલ્લાના સંગમ મંડલ નજીક બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પરિવાર આત્મકુર સરકારી હોસ્પિટલ જઈ રહ્યો હતો જ્યાં તેમના સંબંધીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે સામેથી આવતી રેતી ભરેલા ટ્રકે કાબુ ગુમાવ્યો અને કાર સાથે અથડાઈ ગઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં સાતેય મુસાફરો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં 15 વર્ષની એક છોકરીનો પણ સમાવેશ થાય છે. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે તમામ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા.
ટ્રક ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો
ટ્રક ડ્રાઈવર અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પોલીસ તેની શોધ કરી રહી છે. ઘટનાની માહિતી મળતાં, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કેસ નોંધ્યો છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે બધા મૃતકો નેલ્લોર શહેરના રહેવાસી હતા અને સંબંધીઓને મળવા હોસ્પિટલ જઈ રહ્યા હતા.