Connect Gujarat
દેશ

ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા શક્તિસિંહ ગોહિલ, દિલ્હી હાઈકમાન્ડ સાથે ચર્ચા બાદ લેવાયો નિર્ણય

ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા શક્તિસિંહ ગોહિલ, દિલ્હી હાઈકમાન્ડ સાથે ચર્ચા બાદ લેવાયો નિર્ણય
X

ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલના નામની જાહેરાત કરવામાં આવી છે. કૉંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા છે. શક્તિસિંહ ગોહિલ હાલમાં રાજ્યસભાના સાંસદ છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા છે. ગુજરાત કૉંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલ કૉંગ્રેસના દિગ્ગજ નેતા છે. સાંસદ શક્તિસિંહ ગોહિલ ગાંધી પરિવાર અને ખાસ કરીને કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની ખૂબ જ નજીકના માનવામાં આવેે છે. શક્તિસિંહ ગોહિલ હાલમાં દિલ્હી કૉંગ્રેસ અને હરિયાણા કૉંગ્રેસના પ્રભારી છે.




તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહનો જન્મ 4 એપ્રિલ 1960માં ભાવનગર જિલ્લાના લિમડા ગામમાં થયો હતો. શક્તિસિંહ લિમડાના શાહી પરિવારના તે મોટા પુત્ર છે. જો શક્તિસિંહના અભ્યાસની વાત કરીએ તો તેઓએ બીએસસી,એલએલએમ, કોમ્પ્યૂટરમાં ડિપ્લોમા અને પત્રકારત્વમાં ડિપ્લોમાં કર્યું છે.

Next Story