શશિ થરૂર કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે લડશે ચૂંટણી,

કોંગ્રેસમાં પરિવર્તનની માંગને સમર્થન આપ્યા બાદ શશિ થરૂરે (Shashi Tharoor)સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી

New Update
શશિ થરૂર કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે લડશે ચૂંટણી,

કોંગ્રેસમાં પરિવર્તનની માંગને સમર્થન આપ્યા બાદ શશિ થરૂરે (Shashi Tharoor)સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન કોંગ્રેસના અન્ય નેતાઓ પણ હાજર હતા. શશિ થરૂર અને સોનિયાની આ મુલાકાત કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તાજેતરમાં જ તેઓએ સંકેત આપ્યા હતા કે તેઓ આ પદ માટે ચૂંટણી લડી શકે છે. કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથેની થરુરની મુલાકાતને ખૂબ જ અગત્યની માનવામાં આવે છે.

તાજેતરમાં કોંગ્રેસના યુવા સભ્યોએ પાર્ટીમાં ફેરફાર માટે ઓનલાઈન પિટિશન આપી હતી. તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદે ટ્વિટર પર આનું સમર્થન કર્યું છે. ટ્વિટર પર કાર્યકર્તાઓની અરજી શેર કરતા શશિ થરૂરે લખ્યું, હું આ અરજીનું સ્વાગત કરું છું. અત્યાર સુધીમાં 650 થી વધુ કામદારોએ તેના પર હસ્તાક્ષર કર્યા છે. હું આને સમર્થન આપવા અને તેને આગળ લઈ જવા માટે ખુશ છું.

કોંગ્રેસ અધ્યક્ષ(Congress President)ની ચૂંટણી માટે 22 સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને 24 થી 30 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ચાલશે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. એકથી વધુ ઉમેદવારોના કિસ્સામાં 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.

#ConnectGujarat #Delhi #Shashi Tharoor #Congress President
Latest Stories