શ્રદ્ધા કપૂરની ફિલ્મ"સ્ત્રી 2 "બોલિવૂડની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

Featured | દેશ | સમાચાર, શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ 'સ્ત્રી 2' એ રવિવારે તેના 25માં દિવસે વધુ એક ઈતિહાસ રચ્યો છે. ફિલ્મ 'ગદર 2'ના લાઈફટાઇમ કલેક્શનને તોડ્યું

New Update
Shree

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ 'સ્ત્રી 2' એ રવિવારે તેના 25માં દિવસે વધુ એક ઈતિહાસ રચ્યો છે. શ્રદ્ધા અને રાજકુમારની ફિલ્મે તાજેતરમાં સની દેઓલની ફિલ્મ 'ગદર 2'ના ઈન્ડિયા લાઈફટાઇમ કલેક્શનને તોડી નાખ્યું હતું. જ્યારે હવે શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'નો રેકોર્ડ સ્ત્રી 2 દ્વારા ધ્વસ્ત થઈ ગયો છે.

સ્ત્રી 2 એ તેના 25મા દિવસે જ પઠાણના ભારતના લાઈફટાઈમ કલેક્શનને પાર કરી દીધું છે. શાહરૂખની 2023માં આવેલી ફિલ્મ પઠાણે ભારતમાં કુલ 543.09 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શ દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, સ્ત્રી 2 એ શનિવારે (24માં દિવસ સુધી) ભારતમાં કુલ રૂ. 540.04 કરોડની કમાણી કરી હતી.

સૈકનિલ્કના અહેવાલ મુજબ, રવિવારે (25મી) સ્ત્રી 2 એ રાત્રે 8.10 વાગ્યા સુધી 9.71 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મની કુલ કમાણી 549.75 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ સાથે જ સ્ત્રી 2 પઠાણને પછાડીને બોલિવૂડની ત્રીજી સૌથી વધુ નફો કરતી ફિલ્મ બની ગઈ છે.

Latest Stories