/connect-gujarat/media/media_files/2025/04/12/9wKwzR56L2Bz6jYf6CmC.jpg)
શુભમન ગિલે બીજી એક અનોખી સિદ્ધિ પોતાના નામે નોંધાવી. ગિલે ગુજરાત ટાઇટન્સ માટે 2000 IPL રન પૂરા કર્યા છે. તેણે લખનૌ સામેની પોતાની અડધી સદીની ઇનિંગ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી.
હાલ IPL નો રોમાંચ ચાલી રહ્યો છે. તમામ ટીમો પ્લેઓફમાં પહોંચવા માટે મહેનત કરી રહી છે. IPL 2025 ની 26મી મેચમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થયો હતો જેમાં ગુજરાત ટાઈટન્સને હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાતના ઓપનર સાઇ સુદર્શને લખનૌ સામે શાનદાર ઇનિંગ રમી અને અડધી સદી ફટકારી. કેપ્ટન શુભમન ગિલ પણ પાછળ નથી. શુભમન ગિલે પણ અડધી સદી ફટકારી. આ મેચમાં સાઈ અને ગિલ વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી. સાથે મળીને બંનેએ પોતાના નામે એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. તો બીજી તરફ શુભમન ગિલે ગુજરાત માટે 2000 IPL રન પૂરા કર્યા.