Connect Gujarat
દેશ

Sikkim Flood : સિક્કિમ પૂરમાં અત્યાર સુધીમાં 51ના મોત, ITBPના હિમવીરોએ 68 લોકોને બચાવ્યા

ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીના પૂરમાં મૃતકોની સંખ્યા વધીને 51 થઈ ગઈ છે. જેમાં 11 સેનાના જવાનો પણ સામેલ

Sikkim Flood : સિક્કિમ પૂરમાં અત્યાર સુધીમાં 51ના મોત, ITBPના હિમવીરોએ 68 લોકોને બચાવ્યા
X

ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીના પૂરમાં મૃતકોની સંખ્યા વધીને 51 થઈ ગઈ છે, જેમાં 11 સેનાના જવાનો પણ સામેલ છે. જેમાંથી 26 મૃતદેહો સિક્કિમમાં અને 25 મૃતદેહો પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મળી આવ્યા હતા. 142 લોકો હજુ પણ ગુમ છે, જ્યારે ઘાયલોની સંખ્યા 26 છે. મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમંગે શુક્રવારે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને લોકો સાથે વાત કરી હતી.

સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ (SSDMA) અનુસાર, પૂર પ્રભાવિત ચાર જિલ્લા મંગન, ગંગટોક, પાક્યોંગ અને નામચીમાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે, જેમાં સાત સેનાના જવાનો પણ સામેલ છે. જલપાઈગુડીના એસપી ઉમેશ ગણપતે જણાવ્યું કે, છેલ્લા ત્રણ દિવસમાં જલપાઈગુડીમાંથી 25 મૃતદેહો મળી આવ્યા છે, જેમાંથી ચાર મૃતદેહો સેનાના જવાનોના છે. જોકે, એ સ્પષ્ટ નથી થયું કે આ સૈનિકો સિક્કિમમાં ગુમ થયેલા સૈનિકોમાં સામેલ છે કે નહીં.

મુખ્યમંત્રી તમંગે કહ્યું કે બરડાંગ વિસ્તારમાંથી ગુમ થયેલા 23 સૈન્યના જવાનોમાંથી સાતના મૃતદેહ નદીના જુદા જુદા વિસ્તારોમાંથી મળી આવ્યા છે. જ્યારે સેનાના એક જવાનને બચાવી લેવામાં આવ્યો હતો. બાકીના 15 જવાનોની શોધ ચાલુ છે. સિક્કિમ અને ઉત્તર બંગાળ બંને વિસ્તારોમાં આ સૈનિકોની શોધ કરવામાં આવી રહી છે. સૈનિકોના સાત મૃતદેહોમાંથી ચારની ઓળખ કરી લેવામાં આવી છે. જો કે ભારતીય સેના દ્વારા કોઈપણ સૈનિકના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે.

Next Story