Connect Gujarat
દેશ

સાઉથ આફ્રિકાએ 24 વર્ષ બાદ વન-ડે વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું, 190 રનથી જીતી મેચ

સાઉથ આફ્રિકાએ 24 વર્ષ બાદ વન-ડે વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું, 190 રનથી જીતી મેચ
X

સાઉથ આફ્રિકાએ 24 વર્ષ બાદ વન-ડે વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. 1999 બાદ હવે 2023માં પુણેના મેદાન પર ટીમ 190 રનથી જીતી હતી. આ દરમિયાન ન્યૂઝીલેન્ડે સતત 5 મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. MCA સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા માટે ક્વિન્ટન ડી કોક અને રાસી વાન ડેર ડ્યુસેને સદી ફટકારી હતી. જ્યારે કેશવ મહારાજ અને માર્કો જેન્સનને 3-3 વિકેટ મળી હતી.

ન્યૂઝીલેન્ડ સામેની જીત સાથે દક્ષિણ આફ્રિકા 7 મેચમાં 6 જીતથી 12 પોઈન્ટ પર પહોંચી ગયું છે. ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે. જ્યારે 7 મેચમાં સતત ત્રીજી હાર બાદ ન્યૂઝીલેન્ડની ટીમ ચોથા સ્થાને પહોંચી ગઈ છે. હવે ન્યૂઝીલેન્ડે સેમિફાઈનલની રેસમાં રહેવા માટે છેલ્લી બે મેચ જીતવી પડશે. જ્યારે દક્ષિણ આફ્રિકા છેલ્લી બેમાંથી એક મેચ જીતીને નોકઆઉટ માટે ક્વોલિફાય કરશે.

બુધવારે પુણેમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં 4 વિકેટે 357 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 35.3 ઓવરમાં 167 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાની આગામી મેચ હવે 5 નવેમ્બરે ભારત સામે થશે. ન્યૂઝીલેન્ડ તેની આગામી મેચ 4 નવેમ્બરે પાકિસ્તાન સામે રમશે.

Next Story