/connect-gujarat/media/media_files/EKigtAXIjHejznaStdBE.jpeg)
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના ચિનિગામમાં સેના અને આતંકીઓે વચ્ચે અથડામણમાં 4 આતંકી માર્યા ગયા છે. સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલું છે. સેના 2 આતંકવાદી વિરોધી અભિયાન ચલાવી રહી છે. એક અભિયાન મોદરગામમાં ચાલી રહ્યું છે, જ્યાં ગોળીબારમાં સેનાના 1 જવાન શહીદ થઈ ગયા છે.
સેનાનું પહેલું અભિયાન શરુ થયાના થોડા કલાક બાદ ચિનિગામમાં ગોળીબારની વધું એક ઘટના થઈ હતી. સેનાને લશ્કર ગ્રુપ વિશે ગુપ્ત સૂચના મળી હતી, જે બાદ સુરક્ષા દળના જવાનો ત્યાં પહોંચી ગયા અને બંને તરફથી ગોળીઓનો વરસાદ થયો હતો. આતંકીઓ સાથે અઠડામણમાં એક જવાન ઘાયલ થઈ ગયા હતા. ઘાયલ જવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.