આજથી હોળાષ્ટકનો પ્રારંભ : 8 દિવસ માંગલિક કાર્યો માટે નિષેધ

New Update
આજથી હોળાષ્ટકનો પ્રારંભ : 8 દિવસ માંગલિક કાર્યો માટે નિષેધ

રવિવારે એટલે કે 17 માર્ચથી હોળાષ્ટકનો પ્રારંભ થશે અને હોલિકા દહન બાદ 24 તારીખે પૂર્ણ થશે. ધર્મગ્રંથો અને લોક માન્યતાઓ પ્રમાણે હોળી પહેલાના 8 દિવસને હોળાષ્ટક કહેવાય છે. આ દિવસોમાં કોઇપણ પ્રકારના શુભ કામ કરવામાં આવતા નથી. હોળાષ્ટકની પરંપરા પ્રકૃતિ અને વાતાવરણના ફેરફાર સાથે જોડાયેલી છે. આ દિવસોમાં ગ્રહની ચાલ અને ઋતુઓમાં ફેરફાર થવાથી માનસિક અને શારીરિક સંતુલન ખરાબ થઇ જાય છે. આ કારણે જ આ દિવસોમાં શુભ અને માંગલિક કાર્યો કરવાની મનાઇ છે.હિંદુ ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ મહત્ત્વ છે.

હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. પરંતુ હોળાષ્ટક ફાગણ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીથી શરૂ થઇ જાય છે. હોળાષ્ટક હોળી અને અષ્ટક શબ્દોથી બનેલો છે એટલે કે હોળીના આઠ દિવસ. સમગ્ર દેશમાં ફાગણ મહિનાની પૂનમ પર હોલિકા દહન કરવામાં આવે છે, તેથી હોળાષ્ટક હોળીના આઠ દિવસ પહેલાં જ લાગી જાય છે.હોળાષ્ટક દરમિયાન બધા માંગલિક કામ અને 16 સંસ્કાર કરવામાં આવતા નથી. સાથે જ જો આ દિવસોમાં અંતિમ સંસ્કાર કરવા પડે તો તે પહેલાં ખાસ પૂજા-પાઠ અને શાંતિ કર્મ પણ કરવામાં આવે છે. હોળાષ્ટક દરમિયાન 16 સંસ્કારો કરવાની મનાઈ હોવાથી આ સમયગાળાને શુભ માનવામાં આવતો નથી.હોળાષ્ટક સમયે વાતાવરણમાં વધારે ઠંડી રહેતી નથી કે ગરમી પણ રહેતી નથી. આ સમય વાતાવરણમાં પરિવર્તનનો છે. ઠંડીની ઋતુ જશે અને ગરમી આવી રહી છે. એવામાં મોટાભાગના લોકોનું મન કામમાં લાગશે નહીં. આ કારણે હોળાષ્ટકના દિવસોમાં ધ્યાન કરવું સૌથી વધારે ફાયદાકારક રહે છે. ધ્યાન કરવાથી મનની એકાગ્રતા વધે છે, નકારાત્મક વિચારો દૂર થાય છે. આ દિવસોમાં કરવામાં આવતા જાપ અને પૂજા-પાઠથી ભક્તની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે.

Latest Stories