ગુજરાતના નાગરિકોની વ્હારે રાજ્ય સરકાર : વાંચો રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય...

New Update
રાજ્યમાં હવે જમીન-મકાનના દસ્તાવેજો બનાવવા ચૂકવવી પડશે બમણી ફી, 12 વર્ષ બાદ સરકારે જીંક્યો બમણો વધારો

ગુજરાતના નાગરિકોની સુવિધા માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરિકોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અન ઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ 2022 અન્વયેની અરજીઓને હવે ઓફલાઇન પણ સ્વીકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં અનઅધિકૃત બાંધકામ યોગ્ય ફી- દસ્તાવેજો સાથે નિયમિત કરી આપવા માટેના ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અન ઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ 2022 હેઠળ લેવાની થતી અરજીઓ હવે તાત્કાલિક અસરથી ઓનલાઇન અથવા ઓફલાઇન માધ્યમથી સંબંધિત કચેરીઓમાં સ્વીકારવામાં આવશે. મુખ્યમંત્રી સમક્ષ આવી અરજીઓ ઓફલાઇન પણ સ્વીકારવા માટેની નાગરિકોની મળેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ અપાતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ જનહિતલક્ષી નિર્ણય કર્યો છે.

Latest Stories