Connect Gujarat
દેશ

શેરબજારમાં સુસ્ત શરૂઆત, નિફ્ટી 17650 નીચે ખુલ્યો, IT સ્ટોકમાં ગાબડા

શેરબજારમાં સુસ્ત શરૂઆત, નિફ્ટી 17650 નીચે ખુલ્યો, IT સ્ટોકમાં ગાબડા
X

શેરબજારમાં આજે વધુ હલચલ જોવા મળી રહી નથી અને શેરબજારમાં મિશ્ર ચાલ સાથે ફ્લેટ ઓપનિંગ રહ્યું છે. ગઈ કાલે શેરબજારમાં આવેલા કેટલાક પરિણામોની અસર આજે તેમના શેર પર જોવા મળી શકે છે. શરૂઆતમાં નિફ્ટી આઈટી નીચામાં ખુલ્યો હતો અને બેન્ક નિફ્ટી પણ ફ્લેટ દેખાયો હતો.

સેન્સેક્સ 79.57 પોઈન્ટ અથવા 0.13% ઘટીને 59,647.44 પર અને નિફ્ટી 21.70 પોઈન્ટ અથવા 0.12% ઘટીને 17,638.50 પર હતો. લગભગ 1168 શેર વધ્યા, 659 શેર ઘટ્યા અને 114 શેર યથાવત.

આજના ટ્રેડિંગની શરૂઆતમાં BSE સેન્સેક્સ 18.88 પોઈન્ટના મામૂલી વધારા સાથે 59,745 પર ખુલ્યો હતો. આ સિવાય NSE નો નિફ્ટી 6.80 પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે 17,653 પર ખુલ્યો હતો.

નિફ્ટીમાં ટાટા સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઈઝ, આઈશર મોટર્સ, એલએન્ડટી અને એમએન્ડએમ સૌથી વધુ વધનારા સ્ટોક હતા, જ્યારે ઈન્ફોસિસ, ઓએનજીસી, નેસ્લે ઈન્ડિયા, એશિયન પેઈન્ટ્સ અને સન ફાર્મા ઘટ્યા હતા.

Next Story