શેરબજારમાં ઘટાડા સાથે કારોબારની શરૂઆત, સેન્સેક્સમાં 500 પોઈન્ટનો થયો ઘટાડો

દેશ | સમાચાર અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઈ છે. સોમવારે બજારની શરૂઆતમાં સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઘટાડો થયો

New Update
Stock markets open lower, Sensex down 500 points

અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઈ છે. સોમવારે બજારની શરૂઆતમાં સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઘટાડો થયો હતો. બીજી તરફ નિફ્ટી પણ 24,400ના સ્તરથી નીચે આવી ગયો હતો.

આજે સોમવારે સ્થાનિક શેરબજારો માટે પ્રી-બજેટ ટ્રેડિંગ સેશન છે અને બજારમાં ઘટાડાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. નિફ્ટી 24,400ના સ્તરે હતો. જ્યારે સેન્સેક્સ 80,300ના સ્તરે ચાલી રહ્યો હતો. બેન્ક નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળી રહી છે.

જાણીતું છે કે આવતીકાલે દેશનું સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, તેથી આ આખું અઠવાડિયું શેરબજાર માટે ઘણું મહત્ત્વનું બની રહેવાનું છે.

 

Latest Stories