/connect-gujarat/media/media_files/2025/05/05/SM0m3MPjI4m396uE852d.jpg)
સોમવારે રાત્રે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.
ન્યૂઝ એજન્સીએ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ (GFZ) ને ટાંકીને જણાવ્યું છે કે, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી હતી. GFZ મુજબ ભૂકંપ સમુદ્ર સપાટીથી 10 કિલોમીટર નીચે આવ્યો હતો. ભૂકંપ ખૂબ જ જોરદાર હતો. જોકે અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનની કોઈ માહિતી નથી.
નોંધનીય છે કે, આંદામાન સમુદ્ર અને તેની આસપાસના ટાપુ વિસ્તારો ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે, જ્યાં વારંવાર ભૂકંપ આવે છે અને સુનામીનો ભય પણ રહે છે. આ ભૂકંપ એવા સમયે આવ્યો છે જ્યારે લગભગ બે અઠવાડિયા પહેલા દિલ્હી-એનસીઆરમાં સતત બે દિવસ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સતત ભૂકંપીય પ્રવૃત્તિઓએ નિષ્ણાતો અને આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓને સતર્ક કરી દીધા છે.