તુર્કીના અંકારામાં થયો આત્મઘાતી હુમલો, 2 પોલીસકર્મી ઘાયલ, સુરક્ષા દળોએ અન્ય એક આતંકીને ઢાળી દીધો....

New Update
તુર્કીના અંકારામાં થયો આત્મઘાતી હુમલો, 2 પોલીસકર્મી ઘાયલ, સુરક્ષા દળોએ અન્ય એક આતંકીને ઢાળી દીધો....

તુર્કીયે (જૂનું નામ તુર્કી)ની રાજધાની અંકારામાં આત્મઘાતી હુમલો થયો હતો. અલ જઝીરાના અહેવાલ મુજબ હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતો. આ વિસ્ફોટ સંસદનું સત્ર શરૂ થવાના કલાકો પહેલા થયો હતો. રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન સત્રમાં ભાગ લેવાના હતા. મંત્રી અલી યરલિકાયાએ આ માહિતી આપી હતી.

Advertisment

એક પોલીસ અધિકારીએ કહ્યું- બે આત્મઘાતી હુમલાખોર સંસદ તરફ આગળ જઈ રહ્યા હતા. અમે તેમને રોકવા માટે ગોળીબાર કર્યો. ગોળીબારમાં એક હુમલાખોર માર્યો ગયો હતો, જ્યારે બીજાએ પોતાના પર લગાવેલ વિસ્ફોટક ડિવાઈસને એક્ટિવેટ કર્યું હતું, જેનાથી વિસ્ફોટ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિસ્ફોટ રવિવારે સવારે લગભગ 9 વાગ્યે થયો હતો. આ હુમલામાં એક આત્મઘાતી બોમ્બર માર્યો ગયો, જ્યારે સુરક્ષા દળો અન્ય એક આતંકીને ઢાળી દીધો હતો.

Advertisment
Latest Stories