સુપ્રીમ આદેશ: કાવડયાત્રાના રૂટ પર નામ લખવા મામલે સ્ટે યથાવત

યુપીમાં કાવડ રૂટ પર નામ લખવાના મામલે સુપ્રીમ કોર્ટનો વચગાળાનો સ્ટે યથાવત રહેશે. શુક્રવારે યુપી સરકારનો જવાબ દાખલ કર્યા બાદ કોર્ટે આ આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટ
New Update
યુપીમાં કાવડ રૂટ પર નામ લખવાના મામલે સુપ્રીમ કોર્ટનો વચગાળાનો સ્ટે યથાવત રહેશે. શુક્રવારે યુપી સરકારનો જવાબ દાખલ કર્યા બાદ કોર્ટે આ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ સરકારોને પણ જવાબ આપવા માટે કહ્યું છે.યુપી સરકારે કોર્ટમાં દાખલ કરેલા તેના જવાબમાં કહ્યું- કાવડ યાત્રા દરમિયાન ખાદ્યપદાર્થોને લઈને ભ્રમ છે.
ખાસ કરીને ડુંગળી અને લસણના ઉપયોગને લઈને ઝઘડા થતા હતા.આ અંગે કાવડિઓએ અનેક વખત ફરિયાદ કરી હતી. જેના આધારે આ આદેશ આપવામાં આવ્યો હતો. તેની પાછળનો હેતુ એ હતો કે કાવડિયાઓ જાણી શકે કે તેઓ કયો ખોરાક ખાય છે, જેથી તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે અને યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય. આદેશ ધર્મના આધારે ભેદભાવ કરતો નથી, તે દરેક માટે છે.
Here are a few more articles:
Read the Next Article