Connect Gujarat
દેશ

સુરત : માનસિક અસ્વસ્થ બાળકીને વેફર આપવાની લાલચે બદકામ કરનાર નરાધમને લોકોએ મેથીપાક ચખાડ્યો...

X

ડભોલી વિસ્તારમાંથી નરાધમ યુવક ઝડપાયો

માનસિક અસ્વસ્થ બાળકી સાથે કર્યા અડપલાં

લોકોએ નરાધમને બરાબર મેથીપાક ચખાડ્યો

સુરતમાં વધુ એક વખત એક બાળકી પીંખાતા દુકાનદારની સતર્કતાના કારણે હવસખોરના ચુગલમાંથી બચી ગયી હતી. દુકાનદાર અને લોકોએ નરાધમ યુવકને ઝડપી પાડી મેથીપાક આપ્યો હતો. સુરત શહેરના ડભોલી વિસ્તારમાં એક શ્રમજીવી પરિવાર રહે છે. આ પરિવારની 9 વર્ષીય દીકરી થોડીક માનસિક અસ્વસ્થ છે. આ બાળકી ગતરોજ સાંજે ઘર પાસે ઉભી હતી, તે દરમ્યાન ઘર નજીક રહેલી પાનની દુકાન પર રહેલા એક ઇસમે બાળકીને વેફર અપાવવાની લાલચ આપી પોતાની પાસે બોલાવી હતી. બાદમાં વેફર અપાવી પોતાની સાથે લઇ ગયો હતો. જેથી દુકાનદારને શંકા ગયી હતી, અને દુકાનદાર તેની પાછળ ગયો હતો.

દુકાનદારે પાછળ જઈને જોયું તો ઇસમ બાળકી સાથે બદકામ કરવાની કોશિશ કરતો હતો. જેથી દુકાનદારે તેને ઝડપી બુમાબુમ કરતાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું, ત્યારે એકઠા થયેલા લોકોએ નરાધમ યુવકને પકડીને મેથીપાક આપ્યો હતો. બાદમાં સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ યુવકને પકડી તેની કડક પૂછપરછ કરતા તેણે પોતાનું નામ અશ્વિન નાવડિયા તેમજ તે રત્નકલાકાર તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું હતું. આ ઘટનામાં પોલીસે નરાધમ યુવક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story