/connect-gujarat/media/post_banners/3a776c390af7e775fdba908145df1ba5f2c27c270b23fef9a12cd3f32c5954ee.webp)
સૂર્યકુમાર યાદવે IPL માં ઇતિહાસ રચ્યો છે. તેને પંજાબ કિંગ્સ વિરુદ્ધ મેચમાં 17 રન બનાવતા જ ઐતિહાસિક કારનામું કરી બતાવ્યું છે.
હકીકતમાં પંજાબ વિરુદ્ધ મેચ પહેલા સૂર્યાએ આ સિઝનમાં 583 રન બનાવી લીધા હતા અને 17 રન બનાવતા જ તે IPL 2025 માં 600 રન કરનાર ત્રીજો પ્લેયર બની ગયો છે. ત્યારે કોઈ સિઝનમાં સૌથી વધારે વખત 600 થી વધારે રન બનાવવાના મામલામાં તેને સચિન તેંડુલકરને પણ પાછળ છોડ્યો છે
સૂર્યકુમાર IPLના ઇતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતી વખતે એકથી વધુ સિઝનમાં 600 થી વધુ રન બનાવનાર પહેલો ખેલાડી બન્યો છે. હકીકતમાં, અત્યાર સુધીમાં સૂર્યા અને સચિન તેંડુલકરે MI તરફથી રમતી વખતે IPL સીઝનમાં એક-એક વાર 600 થી વધુ રન બનાવ્યા છે. હવે સૂર્યાએ MI તરફથી રમતી વખતે 2 અલગ અલગ સીઝનમાં 600 થી વધુ રન બનાવવાની કારનામું કર્યું છે.સૂર્યકુમાર યાદવે સચિન તેંડુલકરનો 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે કારણ કે તેંડુલકરે IPL 2010 માં 618 રન બનાવ્યા હતા. તે પછી, તે IPL નિવૃત્તિ સુધી કોઈપણ સિઝનમાં 600 રનનો આંકડો સ્પર્શી શક્યો ન હતો. બીજી તરફ, સૂર્યાની વાત કરીએ તો, તેને IPL 2023 માં 605 રન બનાવ્યા હતા. અને IPL 2025 માં, તેને ફરીથી આ કારનાં કર્યું છે.