New Update
/connect-gujarat/media/media_files/2026/02/13/css-2026-02-13-08-54-33.jpg)
ટી20 વર્લ્ડ કપ 2026માં ભારતે નામીબિયાને 93 રનથી હરાવી સતત બીજી જીત મેળવી. ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ અડધી સદી ફટકારી, જ્યારે વરુણ ચક્રવર્તીએ ઘાતક બોલિંગ કરીને નામીબિયાની બેટિંગ લાઇનઅપને તોડી નાંખી.
આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમે ફરી એકવાર પોતાનો દમ બતાવ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલા ગ્રુપ-એના મહત્વપૂર્ણ મુકાબલામાં ભારતે નામીબિયાને 93 રનોથી પરાજિત કરીને ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત નોંધાવી. યુએસએ સામે જીત બાદ આ વિજયથી ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે.ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 209 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો. શરૂઆતમાં સંજુ સેમસન ઝડપથી રન બનાવવાના પ્રયાસમાં માત્ર 8 બોલમાં 22 રન બનાવી આઉટ થયા. તેમ છતાં આ ઝડપી શરૂઆતએ ટીમને મોમેન્ટમ આપ્યું.સંજુના આઉટ થયા પછી ઈશાન કિશન અને તિલક વર્માએ ઇનિંગ્સ સંભાળી. બંનેએ બીજા વિકેટ માટે 79 રનની ભાગીદારી કરી અને ટીમને મજબૂત પાયો આપ્યો. ઈશાન કિશને આક્રમક બેટિંગ કરતા માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી. તેણે જેજે સ્મિટના એક જ ઓવરમાં સતત ચાર છગ્ગા ફટકારીને 28 રન ઝૂંટવી લીધા. કુલ 24 બોલમાં 61 રન બનાવી તેણે ટીમને વિશાળ સ્કોર તરફ દોરી.
Latest Stories