/connect-gujarat/media/media_files/2026/03/08/whatsapp-image-2026-0-2026-03-08-22-50-57.jpeg)
અમદાવાદમાં ભારતે ઈતિહાસ રચી દીધો છે. T20 વર્લ્ડ કપની ફાઈનલમાં ટીમે ન્યૂઝીલેન્ડને 96 રને હરાવ્યું છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ સતત બીજીવાર T20 વર્લ્ડ કપ જીત્યો છે. ઓવરઓલ ટીમે ત્રીજી વખત ચેમ્પિયન બની છે. ઉપરાંત હોસ્ટ કન્ટ્રી તરીકે આ ટ્રોફી જીતનાર પણ ભારત પહેલી ટીમ બની છે. ભારતીય ટીમ તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ 4 વિકેટ ઝડપી. જ્યારે અક્ષર પટેલે 3 વિકેટ લીધી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 19 ચોગ્ગા અને 18 છગ્ગાની મદદથી 255 રન બનાવ્યા. આ T20 વર્લ્ડ કપ ફાઈનલનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. અગાઉનો રેકોર્ડ 176 રનનો હતો. ઓપનર સંજુ સેમસને 89, અભિષેક શર્માએ 52 અને ઈશાન કિશને 54 રનની ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગ્સના જોરે ટીમ ઈન્ડિયાએ 15 ઓવરમાં જ 200 રનનો આંકડો પાર કરી દીધો હતો.
પરંતુ, 16મી ઓવરમાં જિમી નીશમે કેપ્ટન સૂર્યકુમાર યાદવ (0), ઈશાન કિશન (54 રન) અને સંજુ સેમસન (89 રન)ને પેવેલિયન ભેગા કરીને ભારતની રન ગતિ પર બ્રેક જેવું લગાવી દીધું હતું. ટીમ છેલ્લી પાંચ ઓવરમાં ફક્ત 52 રન જ બનાવી શકી, જેમાંથી 24 રન 20મી ઓવરથી આવ્યા.