T20 વર્લ્ડ કપ : યુવા ઓપનર અભિષેક શર્માનો શરમજનક રેકોર્ડ , 3 મેચમાં 0 પર આઉટ થનાર પ્રથમ ભારતીય

ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક યુવા ઓપનર મનાતા અભિષેક શર્માએ 18 ફેબ્રુઆરી 2026 ના રોજ રમાયેલી T20 વર્લ્ડ કપની નેધરલેન્ડ્સ સામેની ગ્રુપ મેચમાં ફરી એકવાર નિરાશાજનક પ્રદર્શન

New Update
css

ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક યુવા ઓપનર મનાતા અભિષેક શર્માએ 18 ફેબ્રુઆરી 2026 ના રોજ રમાયેલી T20 વર્લ્ડ કપની નેધરલેન્ડ્સ સામેની ગ્રુપ મેચમાં ફરી એકવાર નિરાશાજનક પ્રદર્શન કરતા સળંગ ત્રીજી વખત શૂન્ય પર આઉટ થઈને એક અત્યંત શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા અભિષેક શર્મા T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પોતાની કારકિર્દીની સૌપ્રથમ ત્રણ ઇનિંગ્સમાં ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફરનાર સૌપ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેની આ સતત નિષ્ફળતાઓએ ટીમ મેનેજમેન્ટ માટે નવી ચિંતાઓ ઉભી કરી છે. 

આ વર્તમાન T20 વર્લ્ડ કપ અભિષેક શર્માની કારકિર્દીનો સૌપ્રથમ વર્લ્ડ કપ છે, પરંતુ તેની શરૂઆત કોઈ ખરાબ સ્વપ્નથી કમ રહી નથી. આ મેગા ટુર્નામેન્ટમાં તેના પ્રદર્શન પર નજર કરીએ તો, તે પોતાની પહેલી જ મેચમાં યુએસએ (USA) સામે શૂન્ય રને આઉટ થઈને 'ગોલ્ડન ડક' નો શિકાર બન્યો હતો.

ત્યારબાદ, નામિબિયા સામેની મેચમાં તેને પ્લેઇંગ ઇલેવનમાંથી આરામ આપવામાં આવ્યો હતો. જોકે, પાકિસ્તાન સામેની હાઈ વોલ્ટેજ મેચમાં જ્યારે ટીમ મેનેજમેન્ટે તેના પર ફરીથી ભરોસો મૂક્યો, ત્યારે તે 4 બોલનો સામનો કર્યા પછી પણ એક પણ રન બનાવી શક્યો નહોતો અને આઉટ થઈ ગયો. હવે બુધવારે રમાયેલી નેધરલેન્ડ્સ સામેની મેચમાં પણ તે માત્ર 3 બોલ રમીને કોઈ પણ રન બનાવ્યા વિના ફરી પેવેલિયન ભેગો થઈ ગયો છે. આમ, તેણે શૂન્યની શરમજનક હેટ્રિક લગાવી છે.

Latest Stories