૬/૧૧ના મુંબઈમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોર તહવ્વુર હુસૈન રાણાને NIA દ્વારા પ્રત્યાર્પણ બાદ ભારત લવાયો

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ૨૬/૧૧ના મુંબઈમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોર તહવ્વુર હુસૈન રાણાને અમેરિકાથી સફળતાપૂર્વક પ્રત્યાર્પણ કરાવ્યું છે.

New Update
mumbai 11

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ૨૬/૧૧ના મુંબઈમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોર તહવ્વુર હુસૈન રાણાને અમેરિકાથી સફળતાપૂર્વક પ્રત્યાર્પણ કરાવ્યું છે. વર્ષોના કાનૂની સંઘર્ષ બાદ આ સફળતા મળી છે, જે ૨૦૦૮ના આ હુમલાના મુખ્ય ગુનેગારને ન્યાયના કઠેડામાં લાવવાના ભારતના પ્રયત્નોની મોટી જીત છે.

Advertisment

એનઆઈએ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૦૮ના મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાખોરને ન્યાય અપાવવા માટે વર્ષોના સતત અને મક્કમ પ્રયાસો બાદ આ પ્રત્યાર્પણ શક્ય બન્યું છે.

એનઆઈએએ આ પ્રત્યાર્પણ પ્રક્રિયા દરમિયાન યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (USDoJ) અને યુએસ સ્કાય માર્શલની સક્રિય મદદથી અન્ય ભારતીય ગુપ્તચર એજન્સીઓ અને નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) સાથે ખૂબ જ નજીકથી કામ કર્યું હતું. આ ઉપરાંત, ભારતના વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયે પણ યુનાઇટેડ સ્ટેટ્સમાં અન્ય સંબંધિત અધિકારીઓ સાથે સતત સંકલન જાળવી રાખ્યું હતું.

રાણાને યુનાઇટેડ સ્ટેટ્સમાં ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં ભારત અને અમેરિકા વચ્ચેની પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેની સોંપણીની પ્રક્રિયા ચાલી રહી હતી. યુએસની અદાલતોમાં અનેક અરજીઓ સહિત આ પ્રત્યાર્પણને રોકવાના તમામ કાનૂની વિકલ્પો ખતમ થયા બાદ આખરે રાણાના પ્રત્યાર્પણને મંજૂરી મળી હતી. કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ માટે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ૧૬ મે, ૨૦૨૩ના રોજ તેના પ્રત્યાર્પણનો આદેશ જારી કર્યો હતો, પરંતુ યુએસ સુપ્રીમ કોર્ટમાં અરજીઓ સહિત રાણાની અનેક અપીલોને ફગાવી દેવામાં આવ્યા પછી જ આ પ્રક્રિયા આગળ વધી શકી હતી.

Advertisment
Latest Stories