New Update
/connect-gujarat/media/media_files/2025/12/28/scs-2025-12-28-10-48-12.jpg)
તાઇવાનની ધરતી પ્રચંડ ધ્રુજારીથી હચમચી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર 7.0 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ (Earthquake) ને કારણે રાજધાની તાઇપેઈ સહિત અનેક વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો.
તાઇવાન હવામાન એજન્સીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. જોકે, રાહતની વાત એ છે કે સુનામી (Tsunami) નો કોઈ ખતરો જાહેર કરાયો નથી. જાણો, ક્યાં હતું ભૂકંપનું કેન્દ્ર અને અત્યાર સુધી શું નુકસાન નોંધાયું છે.
સેન્ટ્રલ વેધર એજન્સીના રિપોર્ટ અનુસાર, આ શક્તિશાળી આંચકા શનિવારે રાત્રે 23:05 વાગ્યે અનુભવાયા હતા. ભૂકંપનું એપીસેન્ટર (કેન્દ્રબિંદુ) તાઇવાનના ઉત્તર-પૂર્વીય શહેર યિલાન (Yilan) કાઉન્ટી હોલથી પૂર્વ દિશામાં લગભગ 32.3 કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.0 હોવાને કારણે તેની અસર અત્યંત વ્યાપક હતી. ભૂકંપની ઊંડાઈ 11.9 કિલોમીટર માપવામાં આવી છે, જેના કારણે સપાટી પર તીવ્ર આંચકા અનુભવાયા હતા.
રાજધાની તાઇપેઈમાં ભૂકંપના કારણે ઊંચી ગગનચુંબી ઇમારતો (Skyscrapers) હલી ગઈ હતી, જેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ, સુપરમાર્કેટ્સમાં શેલ્ફ તૂટી પડવાના બનાવો બન્યા છે. કાઓહસુંગ સહિતના વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા હતા. જોકે, તાઈપેઈ વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિ (Casualties) કે ગંભીર માળખાકીય નુકસાનના સમાચાર મળ્યા નથી.
Latest Stories