તમિલનાડુ : વિરુધુનગર જિલ્લામાં બે અલગ-અલગ ફટાકડાની ફેક્ટરીમાં થયો વિસ્ફોટ, 13 લોકોએ ગુમાવ્યા જીવ

New Update
તમિલનાડુ : વિરુધુનગર જિલ્લામાં બે અલગ-અલગ ફટાકડાની ફેક્ટરીમાં થયો વિસ્ફોટ, 13 લોકોએ ગુમાવ્યા જીવ

તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં મંગળવારે બે અલગ-અલગ ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 13 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ આગ વિસ્ફોટના કારણે લાગી હતી.

પ્રથમ અકસ્માત તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના રંગપાલયમ સ્થિત ફટાકડાની ફેક્ટરીમાં થયો હતો. બીજી ઘટના જિલ્લાના કમ્માપટ્ટી ગામમાં બની હતી. સમાચાર એજન્સી પીટીઆઈએ એક વરિષ્ઠ પોલીસ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે પોલીસ, ફાયર બ્રિગેડ, બચાવ સેવાના કર્મચારીઓ અને સ્થાનિક લોકોએ મળીને આગ પર કાબૂ મેળવી પીડિતોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

અધિકારીએ કહ્યું કે પોલીસને શંકા છે કે મૃત્યુ પામેલા મજૂરો હોઈ શકે છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. તમે જોઈ શકો છો કે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ ફેક્ટરીમાંથી સતત ધુમાડો નીકળી રહ્યો છે. ફેક્ટરીમાં વિસ્ફોટ લગભગ પાંચ કલાક પહેલા થયો હતો.

Latest Stories