Connect Gujarat
દેશ

ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ જાહેર, પ્રથમ ટેસ્ટ 22 નવેમ્બરથી થશે શરૂ

ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ જાહેર, પ્રથમ ટેસ્ટ 22 નવેમ્બરથી થશે શરૂ
X

ટીમ ઈન્ડિયા આ વર્ષે નવેમ્બરમાં 5 ટેસ્ટ મેચની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે. સિરીઝની છેલ્લી મેચ 3 જાન્યુઆરીથી સિડનીમાં શરૂ થશે.ટીમ ઈન્ડિયા 10 વર્ષથી ઓસ્ટ્રેલિયા સામે કોઈ ટેસ્ટ સિરીઝ હારી નથી. ટીમે કાંગારૂઓને બે વખત ઘરઆંગણે અને બે વખત તેમના ઘરઆંગણે હરાવ્યું છે. દરેક વખતે જીતનું માર્જિન 2-1થી ભારતની તરફેણમાં હતું.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ મંગળવારે 2024-25 સિઝન માટે શેડ્યૂલ જાહેર કર્યું. પ્રથમ ટેસ્ટ 22 નવેમ્બરે પર્થમાં રમાશે. આ પછી 6 ડિસેમ્બરથી એડિલેડમાં ડે-નાઈટ ટેસ્ટ રમાશે. ત્યારબાદ ત્રીજી ટેસ્ટ 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનના ધ ગાબા મેદાન પર અને ચોથી ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાશે. છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરી 2025થી સિડનીમાં રમાશે. ભારત ઉપરાંત પાકિસ્તાનની ટીમ 3 ODI અને 3 T20 મેચની સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા જશે

Next Story