Connect Gujarat
દેશ

તેલંગાણા ચૂંટણી 2023 : KCR લડી રહ્યા છે 2 બેઠકો પરથી ચૂંટણી, ઘણા દિગ્ગજોને હારનો ડર..!

તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ગજવેલ સીટ ઘણી લોકપ્રિય છે. આ સીટ પરથી BRS ઉમેદવાર અને વર્તમાન મુખ્યમંત્રી કે, ચંદ્રશેખર રાવ (KCR) મેદાનમાં છે.

તેલંગાણા ચૂંટણી 2023 : KCR લડી રહ્યા છે 2 બેઠકો પરથી ચૂંટણી, ઘણા દિગ્ગજોને હારનો ડર..!
X

તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલ પ્રચાર આજે એટલે કે, મંગળવારે સાંજે 6 વાગ્યાથી બંધ થયો છે. આ પછી તેલંગાણાની તમામ 119 વિધાનસભા બેઠકો પર શુક્રવારે એટલે કે, 30 નવેમ્બરે મતદાન થવાનું છે. આ પહેલા તમામ રાજકીય પક્ષો પોતાની જીત સુનિશ્ચિત કરવા પ્રચારમાં વ્યસ્ત છે. ઘણી બેઠકો પર આકરી સ્પર્ધા જોવા મળી રહી છે. મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ અને ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા મોહમ્મદ અઝહરુદ્દીન સહિત ઘણા દિગ્ગજ નેતાઓની વિશ્વસનીયતા ચૂંટણીમાં દાવ પર છે.

તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ગજવેલ સીટ ઘણી લોકપ્રિય છે. આ સીટ પરથી BRS ઉમેદવાર અને વર્તમાન મુખ્યમંત્રી કે, ચંદ્રશેખર રાવ (KCR) મેદાનમાં છે. તમને જણાવી દઈએ કે, તેલંગાણા અલગ રાજ્ય બન્યા બાદ યોજાનારી બંને વિધાનસભા ચૂંટણીમાં માત્ર કે. ચંદ્રશેખર રાવ ગજવેલ સીટ પરથી જીત્યા હતા.

આ વખતે ભાજપે KCR સામે ચૂંટણી જંગમાં એટેલા રાજેન્દ્રને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે થુમકુંતા નરસા રેડ્ડીને ટિકિટ આપી છે. વર્તમાન મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ (KCR) BRS પાર્ટી તરફથી કામરેડ્ડી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. KCR સામે ભાજપે કે, વેંકટ રમણ રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે રેવંત રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે. તમને જણાવી દઈએ કે, તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ આ વખતે 2 વિધાનસભા સીટ ગજવેલ અને કામરેડ્ડી પરથી ચૂંટણી લડી રહ્યા છે. ગજવેલ બેઠક પરથી કુલ 40 ઉમેદવારો અને કામરેડ્ડી બેઠક પરથી 39 ઉમેદવારો મેદાનમાં છે.

Next Story