/connect-gujarat/media/media_files/2024/11/02/InnjFSuojQziisoXcDVn.jpg)
જમ્મુ-કાશ્મીરના બડગામના મઝહામા ગામમાં આતંકવાદીઓએ બે બિન-કાશ્મીરી લોકોને ગોળી મારી. બંને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ઘાયલોની ઓળખ સુફીયાન અને ઉસ્માન તરીકે થઈ છે. બંને યુપીના સહારનપુરના રહેવાસી છે. તે બડગામમાં જલ જીવન પ્રોજેક્ટમાં કામ કરતા હતા.
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 12 દિવસમાં બિન-કાશ્મીરી લોકો પર આ બીજો હુમલો છે. 20 ઓક્ટોબરે ગાંદરબલ જિલ્લાના ગગનગીર વિસ્તારમાં આતંકવાદીઓએ 7 લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. આમાંથી એક ડોક્ટરની ઓળખ શાહનવાઝ અહેમદ તરીકે થઈ હતી.આ પહેલા 16 ઓક્ટોબરે આતંકીઓએ શોપિયાંમાં એક બિન-સ્થાનિક યુવકની ગોળી મારીને હત્યા કરી હતી.