આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની એક ટીમ પર કર્યો ગોળીબાર

કોટરંકા પોલીસ સ્ટેશનના હદક્ષેત્રમાં આવેલા મંદિર ગાલા ઉપરના ઢેરી ખાટુની વિસ્તારમાં આઘાતજનક ગોળીબાર થયો. ગઈકાલે સાંજે લગભગ 7:20 વાગ્યે (19:20 કલાકે)

New Update
police

કોટરંકા પોલીસ સ્ટેશનના હદક્ષેત્રમાં આવેલા મંદિર ગાલા ઉપરના ઢેરી ખાટુની વિસ્તારમાં આઘાતજનક ગોળીબાર થયો. ગઈકાલે સાંજે લગભગ 7:20 વાગ્યે (19:20 કલાકે) 10 થી 15 રાઉન્ડ ગોળીબારનો અવાજ સાંભળાયો. ગોળીબાર બાદ સમગ્ર વિસ્તારમા ભયનો માહોલ ફેલાઈ ગયો અને વિસ્તારની સલામતી માટે વધારાના સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા. પોલીસ એ આ મામલાની તપાસ શરૂ કરી છે. 

સાંજે 7:20 વાગ્યાની આસપાસ વિસ્તારમાં 10 થી 15 રાઉન્ડ ગોળીબારનો અવાજ સંભળાયો હતો. એવું કહેવાય છે કે આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની એક ટીમ પર ગોળીબાર કર્યો હતો, જે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. ગોળીબારના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો અને વધારાના સુરક્ષા દળો ઘટનાસ્થળે દોડી ગયા હતા. વિસ્તારમાં પહેલાથી જ તૈનાત 43 RR (રાજપુતાના રાઇફલ્સ) ની ટુકડીએ તાત્કાલિક કામગીરી સંભાળી લીધી હતી.

સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓને શોધવા માટે શોધખોળ અભિયાન ચાલુ છે. પ્રાથમિક માહિતી મુજબ, કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી.

Latest Stories