/connect-gujarat/media/post_banners/ac7950cbc41ecc7478ca06f1349ba210147706990fc2d088aa818f9c4b5db280.webp)
અમેરિકાની પેન્સિલવેનિયા કોર્ટે શનિવારે (4 મે) એક નર્સને 700 વર્ષની જેલની સજા ફટકારી છે. આ નર્સનું નામ હીથર પ્રેસડી છે. 41 વર્ષીય હીથર પર 2020થી 2023 દરમિયાન પાંચ હોસ્પિટલોમાં 22 દર્દીઓને ઇન્સ્યુલિનનો ઓવરડોઝ આપવાનો આરોપ છે, જેના પરિણામે 17 દર્દીઓના મોત થયા છે. 2023માં, ન્યુ જર્સી અને પેન્સિલવેનિયાના નર્સિંગ હોમ્સમાં ઇન્સ્યુલિનના ઓવરડોઝથી 29 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.
કોર્ટે હીથરને 19 કેસમાં દોષી ઠેરવી અને આજીવન કેદની સજા ફટકારી હતી. નર્સ પોતાની નાઇટ ડ્યુટી દરમિયાન એવા દર્દીઓને પણ ઇન્સ્યુલિન આપતી હતી જેમને ડાયાબિટીસ ન હતો. 43થી 104 વર્ષની વયના દર્દીઓ ઇન્સ્યુલિનના ડોઝ પછી તરત જ મૃત્યુ પામ્યા હતા.ઇન્સ્યુલિનનો ઓવરડોઝ હૃદયના ધબકારા વધારે છે અને પછી હાર્ટ એટેક તરફ દોરી જાય છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે હીથર પર મે 2023માં બે દર્દીઓની હત્યા કરવાનો આરોપ હતો અને પોલીસે બાદમાં આ કેસની તપાસ કરી. તપાસ દરમિયાન જ્યારે હીથરના જૂના રેકોર્ડની તપાસ કરવામાં આવી તો સત્ય બહાર આવ્યું.