ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યસભા પેટાચૂંટણી 2024 માટે ઉમેદવારોની યાદી કરી જાહેર

Featured | દેશ | સમાચાર , ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યસભા પેટાચૂંટણી 2024 માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપે 8 રાજ્યોની 9 રાજ્યસભા બેઠકો માટે આ યાદી બહાર પાડી

New Update
બીજેપી 1

ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યસભા પેટાચૂંટણી 2024 માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપે 8 રાજ્યોની 9 રાજ્યસભા બેઠકો માટે આ યાદી બહાર પાડી છે. કિરણ ચૌધરીને હરિયાણાથી અને રવનીત બિટ્ટુને રાજસ્થાનથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

publive-image

publive-image

મધ્યપ્રદેશથી જોર્જ કુરિયનને ઉમેદવાર બનાવાયા છે.   9 રાજ્યોની 12 રાજ્યસભા બેઠકો માટે 3જી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચે પણ પોતાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ પછી ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. 

એક અખબારી યાદી બહાર પાડીને પાર્ટીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ વિવિધ રાજ્યોમાં યોજાનારી આગામી રાજ્યસભાની પેટાચૂંટણી માટે કેટલાક નામોને મંજૂરી આપી દીધી છે.