કર્ણાટકમાં 10 મેના દિવસે વિધાનસભાની ચૂંટણી છે. કોંગ્રેસે તેના બધા ઉમેદવારો જાહેર કરી દીધાં છે અને હવે રાજ્યની શાસક પાર્ટી ભાજપે પણ પહેલી યાદી જાહેર કરી છે. લાંબા મંથન અને ઘણા ફેરફારો બાદ ભાજપે 189 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
ભાજપે સીએમ બસવરાજ બોમ્બઈ તેમની પરંપરાગત બેઠક Shiggaon બેઠકની ટિકિટ આપી છે. તો પૂર્વ સીએમ અને ભાજપના કદ્દાવર નેતા યેદિયુરપ્પાના પુત્ર વિજયેન્દ્રને શિકારીપુરાથી ટિકિટ આપવામાં આવી છે.
કર્ણાટક ચૂંટણી માટે પહેલી મોટી યાદી જાહેર કરતાં ભાજપ મહાસચિવ અરુણ સિંહે કહ્યું કે 189 ઉમેદવારોમાંથી 52 તદ્દન નવા છે. જેમાંથી 32 ઉમેદવારો ઓબીસી, 30 એસસી અને 16 એસટીના છે. નવ ડોક્ટર, 9 પોસ્ટ ગ્રેજ્યુએટ, 31 વકીલ, 5 એકેડેમિક, 3 IAS, 1 IPS, 1 રિટાયર્ડ ઓફિસર અને 3 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે.