કેન્દ્ર સરકારે મહાદેવ બુક સહિત 22 સટ્ટાબાજી એપ પર મૂક્યો પ્રતિબંધ

New Update
કેન્દ્ર સરકારે મહાદેવ બુક સહિત 22 સટ્ટાબાજી એપ પર મૂક્યો પ્રતિબંધ

કેન્દ્ર સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની વિનંતી પર મહાદેવ સટ્ટાબાજી એપ પર પ્રતિબંધ મૂક્યો છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MEITY) એ મહાદેવ બુક અને ReddyAnnaPristoPro સહિત 22 ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઈટ્સ સામે બ્લોકિંગ આદેશો જારી કર્યા છે. આ કાર્યવાહી ED દ્વારા ગેરકાયદેસર સટ્ટાબાજી એપ સિન્ડિકેટ સામે હાથ ધરવામાં આવેલી તપાસ અને ત્યારબાદ છત્તીસગઢમાં મહાદેવ બુક પરના દરોડા બાદ કરવામાં આવી છે. આમાં એપની ગેરકાયદેસર કામગીરીનો પણ ખુલાસો થયો છે.

છત્તીસગઢ પોલીસ ફોર્સમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતા આરોપી ભીમ સિંહ યાદવ અને અસીમ દાસને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. મની લોન્ડરિંગના ગુના માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 19 હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે.

Latest Stories