/connect-gujarat/media/post_banners/c39ee5e01ee0a8f25bb15a1605853575280c9bf979c94edba94d9b5d84d01ef6.webp)
કેન્દ્ર સરકારે આધાર કાર્ડ અને પાનકાર્ડ લિન્ક કરવાની સમય મર્યાદા 30 જૂન સુધી લંબાવી છે અને લોકોને આ માટેનો સમય આપ્યો છે. કેન્દ્રના આ નિર્ણયથી કરોડો લોકોને રાહત મળી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ 30 જૂન, 2022 બાદ પાનને આધાર સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાની લેટ ફી વસૂલી રહ્યું છે. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે 'આવકવેરા કાયદા, 1961' મુજબ, તમામ પાનધારકો, જેઓ મુક્તિની શ્રેણીમાં આવતા નથી, તેમના માટે પાનને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ.3.2023 હતી..
/connect-gujarat/media/post_attachments/7a3a1ca71abad4dd9c61d1aaffbb8b250fa2fe15747efbcf746bfd687fb87715.webp)
જે હવે 30-06-2023 કરવામાં આવી છે. જો પાનને આધાર સાથે લિંક નહીં કરવામાં આવે તો પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ જશે. જો આધારને પાન સાથે લિંક નહિ કરો તો જો પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ જશે, તેથી મ્યુચ્યુઅલ ફંડ કે સ્ટોક એકાઉન્ટ ખોલવા જેવી વસ્તુઓની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સિવાય જો તમે આ પાનકાર્ડનો ક્યાંય પણ ડોક્યુમેન્ટ તરીકે ઉપયોગ કરો છો તો ભારે દંડ પણ થઈ શકે છે. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 272 બી હેઠળ તમને 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.