New Update
/connect-gujarat/media/media_files/2025/12/01/image-for-cyberattack-content-on-techpoint-2025-12-01-23-10-08.jpg)
કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં એક સાથે 87 ગેરકાયદેસર લોન આપતી એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાયબર ફ્રોડ રોકવા માટે ભારત સરકારે કુલ 87 ગેરકાયદેસર લોન આપતી એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ અંગે કેન્દ્ર સરકારે સોમવારે જણાવ્યું હતું કે નિર્ધારિત પ્રક્રિયાને અનુસરીને 87 ગેરકાયદેસર લોન આપતી મોબાઇલ એપ્સ બ્લોક કરવામાં આવી છે.
કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રાએ સોમવારે લોકસભામાં જણાવ્યું હતું કે, "ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) ને માહિતી ટેકનોલોજી અધિનિયમ, 2000 ની કલમ 69A હેઠળ જાહેર ઍક્સેસ માટે કોઈપણ માહિતીને બ્લોક કરવા માટે નિર્દેશો જારી કરવાનો અધિકાર છે. અત્યાર સુધી નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરીને MeitYએ માહિતી ટેકનોલોજી અધિનિયમ 2000 ની કલમ 69A હેઠળ કુલ 87 ગેરકાયદેસર લોન આપતી એપ્સને બ્લોક કરી છે."આ અંગે તેમને લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, કંપનીઓ અધિનિયમ 2013 હેઠળ તપાસ, બુક્સ ઓફ એકાઉન્ટનું નિરીક્ષણ જેવી નિયામકીય કાર્યવાહી સમય સમય પર તે કંપનીઓ વિરુદ્ધ કરવામાં આવે છે જેમાં તે કંપનીઓ પણ સામેલ છે જે લોન એપ્સ મારફતે ઓનલાઇન ઉધાર આપવાની અગતિવિધિઓમાં સામેલ હોય છે.
Latest Stories