કલમ 370 પર આજે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ આપશે પોતાનો ચુકાદો

New Update
કલમ 370 પર આજે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ આપશે પોતાનો ચુકાદો

કલમ 370 નાબૂદ કરવા અને જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરવાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ સોમવારે (11 ડિસેમ્બર) પોતાનો ચુકાદો આપશે. સુપ્રીમ કોર્ટે 16 દિવસની ચર્ચા બાદ 5 સપ્ટેમ્બરે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતની બનેલી પાંચ જજોની બંધારણીય બેન્ચ સોમવારે ચુકાદો સંભળાવશે.

એટર્ની જનરલ આર વેંકટરમાણી, સોલિસિટર જનરલ તુષાર મહેતા, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે, રાકેશ દ્વિવેદી, વી ગિરી અને અન્યોએ કોર્ટમાં કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો બચાવ કર્યો હતો. કપિલ સિબ્બલ, ગોપાલ સુબ્રમણ્યમ, રાજીવ ધવન, ઝફર શાહ, દુષ્યંત દવે અને અન્ય વરિષ્ઠ વકીલોએ અરજદારો વતી તેમની દલીલો રજૂ કરી હતી.

#India #ConnectGujarat #Supreme Court #Article 370 #Constitution Bench
Latest Stories