ગુજરાતની 4 સહિત દેશની 56 સીટો પર રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર

ગુજરાત ભાજપના મનસુખ માંડવિયા, પરસોત્તમ રુપાલા અને કોંગ્રેસનાં અમી યાજ્ઞિક તથા નારણ રાઠવાની ટર્મ પૂરી થઈ રહી

ગુજરાતની 4 સહિત દેશની 56 સીટો પર રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર
New Update

લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલા મહત્વની ખબર આવી છે કે જેમાં રાજ્યસભાની ચૂંટણી માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાતની બેઠકોનો પણ સમાવેશ થાય છે. લોકસભાની ચૂંટણી પહેલા વિવિધ પાર્ટીઓના ગઠબંધન બનવાના અને તૂટવાના સમાચારો વચ્ચે લોકસભાની બેઠકો માટે ચૂંટણી યોજાવાની જાહેરાત થઈ છે. જેમાં દેશના 15 રાજ્યોમાં કુલ 56 બેઠકો પર રાજ્યસભાની બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.


ગુજરાત ભાજપના મનસુખ માંડવિયા, પરસોત્તમ રુપાલા અને કોંગ્રેસનાં અમી યાજ્ઞિક તથા નારણ રાઠવાની ટર્મ પૂરી થઈ રહી છે. 27મી ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી યોજાશે. એટલે કે લોકસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલા રાજ્યસભાની ચૂંટણી મહત્વની સાબિત થશે. આ ભાજપ અને કોંગ્રેસ સહિત સ્થાનિક પક્ષો માટે પણ મહત્વની સાબિત થશે. જેમાં ગઠબંધન અને મહાગઠબંધનની કેવી અસરો રહે છે તે પણ સ્પષ્ટ થઈ શકે છે.

#PoliticsNews #Gujarat Rajya Sabha elections #રાજ્યસભાની ચૂંટણીની તારીખ #રાજ્યસભાની ચૂંટણી #Rajya Sabha elections Date #Rajya Sabha elections 2024 #27th February
Here are a few more articles:
Read the Next Article