Connect Gujarat
દેશ

નેપાળમાં હિન્દૂરાષ્ટ્રની માંગ ફરીવાર ઉઠી, લોકોએ રસ્તા પર કર્યું પ્રદર્શન

નેપાળમાં હિન્દૂરાષ્ટ્રની માંગ ફરીવાર ઉઠી, લોકોએ રસ્તા પર કર્યું પ્રદર્શન
X

નેપાળમાં હિંદુ રાષ્ટ્રની માગ ફરી એકવાર તેજ થઈ ગઈ છે. રાજધાની કાઠમંડુના રસ્તાઓ પર સેંકડો વિરોધીઓ આ માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તેઓ દેશમાં ફરીથી રાજાશાહી લાદવાની માગ કરી રહ્યા છે.

ન્યૂઝ એજન્સી એપીના જણાવ્યા અનુસાર બુધવારે સેંકડો દેખાવકારો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓ વડાપ્રધાન કાર્યાલય અને અન્ય સરકારી કચેરીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા.આ દરમિયાન તેમનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. પોલીસે દેખાવકારોને રોકવા માટે દંડા, ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. નેપાળની રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીના નેતૃત્વમાં આ પ્રદર્શન થઈ રહ્યું હતું. આ દરમિયાન લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને કહ્યું હતું કે, "અમે અમારા દેશ અને રાજાને અમારા જીવથી વધુ પ્રેમ કરીએ છીએ. રાજાશાહી નાબૂદ કરી દેશમાં રાજાશાહી પાછી લાવવી જોઈએ."

Next Story