ચૂંટણી પંચે હરિયાણાની ચૂંટણીની તારીખમાં ફેરફાર કર્યો છે. હવે રાજ્યમાં 1લી ઓક્ટોબરના બદલે 5મી ઓક્ટોબરે મતદાન થશે. હરિયાણા અને જમ્મુ-કાશ્મીર બંને રાજ્યોમાં મત ગણતરીની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. બંને રાજ્યોમાં મતગણતરી હવે 4 ઓક્ટોબરને બદલે 8 ઓક્ટોબરે થશે.
આ અંગે ચૂંટણી પંચ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હરિયાણામાં આગામી તહેવારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હકીકતમાં આ નિર્ણય બિશ્નોઈ સમુદાયના મતદાન અધિકારો અને પરંપરાઓ બંનેને માન આપવા માટે લેવામાં આવ્યો હતો, જેઓ તેમના ગુરુ જંબેશ્વરની યાદમાં સદીઓથી આસોજ અમાવસ્યાનો તહેવાર ઉજવે છે.
હવે જમ્મુ કાશ્મીર અને હરિયાણાના પરિણામની તારીખ પણ બદલવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર ચૂંટણીના ત્રીજા તબક્કાની મતદાન તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જે 1 ઓક્ટોબરે યોજાવાની છે. જમ્મુ-કાશ્મીર અને હરિયાણા બંનેના ચૂંટણી પરિણામો 8 ઓક્ટોબરે જાહેર થશે.