વિદ્યાર્થીઓની આતુરતાનો આવ્યો અંત, ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર

વિદ્યાર્થીઓની આતુરતાનો આવ્યો અંત, ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર
New Update

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે 11 મે, 2024ને શનિવારે જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ​પરીક્ષાનો બેઠક ક્રમાંક એટલે કે સીટ નંબર ભરીને મેળવી શકશે.

રાજ્યમાં ધો. 10ની 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસઆર નકલ શાળા વાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી જાહેર કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી અને દફ્તર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઈન કરવાની રહેશે પરિણામો બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઈન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે.

#India #Students #excitement #class 10 board
Here are a few more articles:
Read the Next Article