/connect-gujarat/media/post_banners/01232bfe45eb28a79b28bf899766f5d91720cec3aebdc2083a8ea7e57f3d1691.webp)
ભારતના મહાન કૃષિ વૈજ્ઞાનિક અને હરિયાળી ક્રાંતિના જનક એવા એમ.એસ સ્વામીનાથનનું 98 વર્ષની વયે નિધન થયું છે. તેમણે તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં આજે સવારે 11.20 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. સ્વામીનાથન વર્ષ 1972થી 1979 દરમિયાન 'ભારતીય કૃષિ સંશોધન પરિષદ'ના અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું હતું.
કૃષિ ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ ભારત સરકારે તેમને પદ્મ ભૂષણથી નવાજ્યા હતા. સ્વામીનાથનની ગણના ભારતના મહાન કૃષિ વૈજ્ઞાનિકોમાં થતી હતી, જેમણે ડાંગરની એવી વિવિધતા વિકસાવી, જેનાથી ભારતના ઓછી આવક ધરાવતા ખેડૂતો વધુ ડાંગરનું ઉત્પાદન કરી શક્યા. હરિયાળી ક્રાંતિની શરૂઆત કરનારા એમ. એસ. સ્વામીનાથન ખૂબ જ મહાન વૈજ્ઞાનિક હતા. જેમને કૃષિ ક્ષેત્રે મહાન યોજદાન આપ્યું છે. જેઓએ આજે 98 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.