/connect-gujarat/media/media_files/2025/08/28/scssc-2025-08-28-10-59-56.jpg)
ટ્રમ્પ ટેરિફની ભારત પર અસર પડવાનું શરુ થઈ ગયું છે. ગુરુવારે શેરબજાર ખુલતાની સાથે જ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 50% ટેરિફની ભારત પર અસર દેખાઈ.
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ ઇન્ડેક્સ ભારે ઘટાડા સાથે ખુલ્યો અને 657 પોઈન્ટ ઘટીને 80,124 ના સ્તરે પહોંચ્યો. સેન્સેક્સની જેમ, નિફ્ટીએ પણ તેના પાછલા બંધની તુલનામાં ઘટાડા સાથે વેપાર શરૂ કર્યો. અને 200 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો. બજારમાં ઘટાડા વચ્ચે, IT-ટેક કંપનીઓ તેમજ બેંકિંગ શેરોમાં પણ ઘટાડો થયો.
ટ્રમ્પનો વધારાનો 25% ટેરિફ 27 ઓગસ્ટે ભારત પર લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ ગણેશ ચતુર્થીના અવસર પર ભારતીય શેરબજાર બંધ થયું હતું. પરંતુ ગુરુવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારે સૌથી મોટી અસર પડી હતી. સેન્સેક્સ તેના અગાઉના બંધ 80,786.54 ની સરખામણીમાં 80,754 પર ખુલ્યો અને પછી થોડીવારમાં તે 657.33 પોઈન્ટના ઘટાડા સાથે 80,124 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. નિફ્ટીની વાત કરીએ તો આ ઇન્ડેક્સ તેના અગાઉના બંધ 24,712.05 ની સરખામણીમાં 24,695.80 પર ખુલ્યો અને પછી સેન્સેક્સની જેમ, તે 200 પોઈન્ટના તીવ્ર ઘટાડા સાથે 24,512 ના સ્તરે પહોંચ્યો હતો.